અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂબંધીના કાયદાનો ભંગ કરીને થતી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. SMCએ બાતમીના આધારે કાર્યવાહી કરીને રૂપિયા 1.20 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂની હેરાફેરી ઉનના જથ્થાની આડમાં કરવામાં આવતી હતી, જેથી પોલીસની નજરથી બચી શકાય. જોકે, SMCની ટીમે બાકરોલ ટોલ પ્લાઝા પાસેથી ટ્રકને પકડી પાડી હતી.


ઉનના પાર્સલમાંથી દારૂની રેલમછેલ

આ કેસમાં દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત કુલ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા માલના આધારે ટ્રક ડ્રાઇવર સહિતના અન્ય આરોપીઓની પણ ઓળખ કરવામાં આવી છે. SMC દ્વારા આ મામલે સરખેજ પોલીસ મથકે ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને દારૂના આ મોટા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : Rajkot માં દુષ્કર્મ અને બ્લેકમેઇલના આરોપસર શિક્ષક-શિક્ષિકા સસ્પેન્ડ, દુષ્કર્મ અને ખંડણી કેસમાં પોલીસે તપાસ તેજ કરી 

  • Follow us on: