બનાસકાંઠાના થરા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક ટ્રાફિક બ્રિગેડ જવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો અંગત અદાવતને કારણે થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં ઘાયલ જવાન ચાલતો જોવા મળે છે. ઘટના થરાના ટોટાળા રોડ ઉપર બની હતી. હુમલાનો ભોગ બનેલા TRB જવાનને કોઈ અજાણ્યા યુવકે ફોન કરીને બોલાવ્યો હતો.
TRB જવાનને ફોન કરીને બોલાવ્યો અને છરી મારી
જવાન ત્યાં પહોંચતા જ યુવકે તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલામાં જવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ જવાન લોહીલુહાણ હાલતમાં ચાલતો જોવા મળ્યો હતો. આ દૃશ્યનો કોઈએ વિડીયો ઉતારી લીધો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.













