ભરૂચના વાલિયામાં જુગાર રમતા લોકોને પોલીસે ઝડપી પાડયા છે. એક ફાર્મ હાઉસમાં 6 લોકો જુગાર રમતા હતા અને પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ઝડપી પાડયા છે, ભરૂચ ભાજપના નેતા ફતેહસિંહ વસાવા પણ જુગાર રમતા હતો, પોલીસે કોઈ પણ ભલામણ રાખ્યા વિના જુગાર અંતર્ગત ગુનો નોંધ્યો છે.
ભરુચના વાલિયામાં જુગારધામ ઝડપાયું
ભરૂચના વાલિયામાં ફાર્મ હાઉસમાં જુગાર રમતા 6 શકુની ઝડપાયા છે, ગત વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ઝડપાયા અને હાલમાં ભાજપ રહેલ ફતેસિંહ વસાવા પણ જુગાર રમતા ઝડપાયા છે, પોલીસે કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને કાર્યવાહી કરી છે, હાલમાં તમામ લોકોને જામીન પર છોડી દેવામાં આવ્યા છે. એસ.આર.પીનો પોલીસકર્મી પણ જુગાર રમતા ઝડપાયો છે.













