ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં તાજેતરમાં બે અલગ-અલગ કોમના યુવકોના જૂથ વચ્ચે મારામારીની ઘટના બનતાં શહેરનું વાતાવરણ થોડું તંગ બન્યું હતું. જોકે પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને તત્કાલિક જ કાર્યવાહી હાથ ધરી હતી અને મારામારી કરનારા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ મારામારીનો બનાવ પાલીતાણાના પરિમલ વિસ્તારમાં બન્યો હતો. કોઈક કારણોસર બે કોમના યુવકોના જૂથ સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર ઝપાઝપી અને મારામારી થઈ હતી.
પોલીસે મારામારી કરનાર 3 લોકોને ઝડપી લીધા
પોલીસે આ મામલે સક્રિયતા દાખવીને તાત્કાલિક અન્ય કોમના ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જેમની ધરપકડ કરી છે તેમાં સૈયદ અમીન, સૈયદ સફી અને સૈયદ જાહિદભાઈનો સમાવેશ થાય છે. પોલીસે માત્ર આરોપીઓની ધરપકડ કરીને સંતોષ ન માનતા જાહેરમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં કાયદાનો ડર પેસે તે હેતુથી એક ખાસ પગલું ભર્યું હતું.













