ભુજમાં હિટ એન્ડ રનની ઘટનામાં કારચાલકે લોકોને અડફેટે લીધા હતા. રેલ્વે સ્ટેશન પાસે બનેલ આ અકસ્માતમાં 6 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. રેલ્વે સ્ટેશન પાસે આ ગંભીર અકસ્માત બનતા કારચાલક ફરાર થઈ હતો. અકસ્માતમાં ઇજા પામેલ લોકોને સ્થાનિકોની મદદથી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી સ્થિતિ નિયંત્રણમાં લેતા ફરાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસે સીસીટીવીની મદદથી ઝડપ્યો આરોપી
રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. ભૂજના રેલ્વે સ્ટેશન પાસે બનેલ અક્સમાતની ઘટનામાં આજે પોલીસને મોટી સફળતા મળી છે. હિટ એન્ડ રન ઘટનામાં નબીરાએ 6 લોકોને ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો. જેના બાદ પોલીસે અકસ્માત સ્થળની આસપાસના સીસીટીવી ચેક કર્યા. અને સ્થાનિકો દ્વારા નબીરાની ઓળખ કરી. CCTVના આધારે પોલીસે અકસ્માત કરનાર નબીરાને ઝડપી પાડ્યો. આ અકસ્માતમાં અત્યારસુધી કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ અકસ્મતામાં 2 બાળકો સહિત 4 લોકોને ગંભીર ઇજા પહોંચતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
કારચાલકે લોકોને લીધા અડફેટે
મળતી માહિતી મુજબ ભુજના રેલવે સ્ટેશન પાસે કાર ચાલકે જે 6 લોકોને અડફેટે લીધા હતા તે અમદાવાદના રહેવાસી હતી. અમદાવાદના પરિવાર કોઈ કામસર ભૂજ ગયા હતા. ત્યાં રેલ્વે સ્ટેશનથી પસાર થતા પૂરપાટ ઝડપી આવતી કારે તમામ લોકોને ટક્કર મારતાં બે બાળકો સહિત ચાર લોકોને ઈજા થઈ હતી. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જો કે સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.
બેદરકારીના કારણે અકસ્માત, આરોપીની કબૂલાત
પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.. આ દરમિયાન એલસીબી પોલીસે હ્યુમન સોર્સીસના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદના પરિવારને અડફેટે લેનાર શખ્સનું સોહિલ હમીદ પઠાણ છે. પોલીસે અકસ્માતના આરોપી સોહિલને ભુજના હીના પાર્ક સ્થાન પરથી કાર સાથે જ ઝડપી પાડ્યો. સોહિલ પઠાણની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. આરોપીએ કબૂલાત કરી છે કે બ્રેકની જગ્યાએ લીવર પર પગ રાખી દેતા શ્રમજીવી પરિવારના ચાર લોકોને અડફેટે લીધા હતા. હાલ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.