કચ્છના ભુજમાં પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતાની સાથે આસપાસના લોકોએ ભેગા મળીને પતિને સારવાર માટે ખસેડયો હતો પરંતુ પતિને વધુ ઈજા પહોંચી હોવાથી તેમનું સારવાર દરમિયાન મોત થયું છે, રૂપિયાને લઈ અવાર-નવાર ઘણા કિસ્સાઓ બનતા હોય છે જેમાં હત્યા પણ થતી હોય છે.


પત્નીએ રૂપિયા માટે પતિને જીવતો સળગાવ્યો

ભુજના સામત્રામાં વૃદ્ધ પતિને પત્નીએ જીવતો સળગાવ્યો હોવાની ઘટના સામે આવી છે, દોઢ વર્ષ અગાઉ મહિલા સાથે વૃદ્ધે લગ્ન કર્યા હતા અને રૂપિયા ન આપતા કેરોસીન છાંટીને સળગાવી દીધો હોવાની ઘટના સામે આવી છે, સમગ્ર ઘટનામાં દાઝેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે અને માનકુવા પોલીસે આરોપી પત્નીની કરી અટકાયત, તો પત્ની કેરોસીન કયાંથી લાવી તે એક મોટો સવાલ છે, શું પત્નીનો પહેલેથી પ્લાન હતો કે પતિને સળગાવી દેવો એટલે કેરોસીન લાવી હતી ?

દોઢ વર્ષ અગાઉ મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા

તો મૃતકના આ બીજા લગ્ન હતા અને તેને લઈ પણ પોલીસે તપાસ હાથધરી છે, પોલીસને શંકા છે કે આરોપી પત્ની રૂપિયા માટે આ ખેલ કરતી હશે અને તેના કારણે પતિને જીવતો સળગાવી દીધો હશે, વૃદ્ધની ઉંમર તો હતી જ અને પત્ની જવાન દેખાય છે તેવું ફોટો પરથી લાગી રહ્યું છે, ત્યારે આ કેસમાં વૃદ્ધના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પત્નીની અટકાયત માનકુવા પોલીસે કરી છે અને સમગ્ર તપાસમાં પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે, આ કેસમાં શું સત્ય આવે છે અને પત્ની શું ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું.

 

  • Follow us on: