કચ્છના આઘોઈમાં કરોડોની કિંમતની સોપારીનો જથ્થો ઝડપાયો છે. પોલીસે સોપારી ભરેલું આખું ટેન્કર ઝડપી પાડ્યું છે. સોપારીના કેસમાં સાત આરોપીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી સોપારીનો જથ્થો અને ત્રણ વાહનો ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.
સોપારી કેસમાં 7 આરોપીઓની સંડોવણી ખુલી
પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છના આઘોઈમાં સોપારીનો જથ્થો ઉતરી રહ્યો હોવાની બાતમીને આધારે બોર્ડર રેન્જ સાયબર સેલે કાર્યવાહી કરી છે. એક મકાનમાં ઉતારવામાં આવી રહેલો સોપારીનો જથ્થો પોલીસે દરોડો પાડીને ઝડપી લીધો છે. એક કન્ટેનર ભરીને આવેલી સોપારીનો જથ્થો ઝડપી લેવાયો છે. આ સોપારીને કેસમાં સાત આરોપીઓની સંડોવણી ખુલી છે.













