તાજેતરમાં બોડેલીના વેપારી સાથે એકના ડબલ કરી આપવાના નામે 30 લાખની છેતરપિંડી થઈ હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.ખેતપેદાશોનો વેપાર કરતા નિલેશકુમાર અગ્રવાલે ચાર શખ્સો સામે એકના ડબલ કરી આપવાના નામે ત્રીસ લાખની છેતરપિંડી કરી હોવાની શિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.


જિલ્લા પોલીસ વડાનું નિવેદન સામે આવ્યું

આ એક કા ડબલ કરવાના કેસમાં જિલ્લા પોલીસ વડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ સમગ્ર કેસમાં ફરિયાદીના પૂર્વ ભાગીદારે જ કાવતરૂ ઘડ્યું હતું. ફરિયાદી નિલેશ અગ્રવાલ સાથે છેતરપિંડી થઈ હતી. ગોપીનાથ બાબા નામના તાંત્રિકની ઓળખ કરાવી ફરિયાદીના ઘરે એક કા ડબલ કરવાની તાંત્રિક વિધિ કરવામાં આવી હતી.

એક ઔષધિની જરૂર છે એમ કહીને 30 લાખ રૂપિયા લીધા

જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે કહ્યું હતું કે, એક ઔષધિની જરૂર છે એમ કહીને 30 લાખ રૂપિયા લીધા હતાં. બાબા ગોપીનાથ ઉર્ફે ઐયુબનિયાં સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં શિનોર પોલીસ મથકના પોલીસ કર્મીઓની પણ સંડોવણી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસમા 30 લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે. પૂર્વ ભાગીદાર સાથે મનભેદ થતાં ભાગીદારી તૂટી ગઈ હતી. એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ આદરી છે.


આ પણ વાંચોઃ Wankaner : કોઠી મહિકા ગામમાં ખનીજ માફિયાના ત્રાસથી 3 યુવાનોએ આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ, 1નું મોત


  • Follow us on: