બોટાદના રાણપુરમાં એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. વેપારીએ પૈસા ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો કડક ઉઘરાણી કરતા હતાં. જેથી કંટાળેલા વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. રાણપુર પોલીસે બે વ્યાજખોર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


વ્યાજખોરોના ત્રાસથી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ

બોટાદના રાણપુરમાં રેડિમેડ કપડાનો વેપાર કરતા એક વેપારી હસનભાઈ પાયકે દેવરસભાઈ શાહ નામના વ્યક્તિ પાસેથી ધંધા માટે બે ટકા લેખે 13 લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. તેમણે સુરેન્દ્રનગરના કલ્પેશ પરીખ પાસેથી સવા લાખ રૂપિયાનો કપડાનો માલ ખરીદ્યો હતો. વેપારીએ દેવરસભાઈ શાહને વ્યાજ સહિત પૈસા આપી દીધા હતાં. આ ઉપરાંત કલ્પેશ પરીખને પણ પૈસા ચૂકવી દીધા હતાં. તે છતાંય બંને શખ્સો વધુ રૂપિયાની ઉઘરાણી કરીને ત્રાસ આપતા હતાં.

રાણપુર પોલીસે બે વ્યાજખોર સામે નોંધ્યો ગુનો

વેપારીએ પૈસા આપી દીધા હોવા છતાં બંને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર ઘટનાને લઈને રાણપુર પોલીસે બંને વ્યાજખોર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કડક હોવા છતાં વ્યાજખોરો બે અસર થતા સામે આવી રહ્યાં છે.


આ પણ વાંચોઃ Vav Tharad News : બે દિવસ પહેલા જે કેનાલ રીપેર કરી તે જ કેનાલમાં ફરીવાર ગાબડું પડ્યું, ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની ભીતિ

  • Follow us on: