છોટા ઉદેપુરમાં વાસ્મોના એકાઉન્ટન્ટ સામે ઠગાઈની ફરિયાદ કરવામાં આવી છે. આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિર પટેલ સામે 1.41 કરોડની છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે. ખોટી સહી કરીને ગ્રાન્ટ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. તિમિર પટેલે યુનિટ મેનેજર અને જિલ્લા સંયોજકની ખોટી સહીઓ કરી હતી. તિમિર પટેલ સામે છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે.
તિમિર પટેલ સામે 1.41 કરોડની છેતરપિંડીની ફરિયાદ
છોટા ઉદેપુર વાસ્મો વિભાગના આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિર પટેલ ખોટી સહીઓ કરીને દ્વારા રૂ.1,41,06,820 રૂપિયાની છેતરપિંડી કરતા છોટા ઉદેપુર પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે. તિમિર પટેલ દ્વારા વાસ્મોના યુનિટ મેનેજર અને જિલ્લા સંયોજકની ખોટી સહીઓ કરી રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.













