છોટાઉદેપુરના બોડેલી તાલુકાના મોરખલા ગામે સસ્તા અનાજની દુકાનમાં મારામારીની ઘટના સામે આવી છે. જેમાં અનાજ લેવા ગયેલા એક ગ્રાહક અને દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રાહક સસ્તા અનાજની દુકાને અનાજ લેવા ગયા હતા. તે સમયે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે કોઈ કારણોસર તકરાર થઈ હતી.
સસ્તા અનાજના દુકાનદાર-ગ્રાહક વચ્ચે મારામારી
ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે દુકાનદારે કોઈ પણ યોગ્ય કારણ વિના અનાજ આપવાનો ઇનકાર કર્યો હતો અને ઝઘડો કરીને માર માર્યો હતો. આ ઘટના બાદ ગ્રાહકે બોડેલી પોલીસ મથકે દુકાનદાર અને તેના પુત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં ગ્રાહકે મારામારી ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો નોંધાવ્યો છે. આ ગંભીર આરોપોને પગલે પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે.













