છોટા ઉદેપુરના સંખેડા તાલુકાના ખૂનવાડ ગામ નજીકથી એના કોતર પસાર થાય છે. આ કોતરમાં સવારના સમયે એક મિણીયા કંતાનમાં લાશ પડેલી જોવા મળી હતી. ઉપરથી સ્લેબ ડ્રેઈન ઉપરથી લાશ દેખાતી હતી. આ બાબતે સ્થાનિકોને જાણ થતા તમામ લોકો એકત્ર થયા હતા. ત્યારબાદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મિણીયા કંતાનને ખોલીને જોતા તેમાંથી એક પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો.


મૃતદેહ ઉપરના કપડામાંથી આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યું

આ મૃતદેહ ઉપરના કપડામાંથી આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે લાશ વિરેન્દ્રસિંહ ચતરસિંહ કલેશ, જે મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેમને કાન અને માથા પાસે કોઈ હથિયાર વડે ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહને સંખેડા રેફરલ હોસ્પિટલમાં પી.એમ.અર્થે લાવવામાં આવ્યો હતો અને તેનું પી.એમ. કરવામાં આવ્યું હતું. જેમાં યુવકની હત્યા કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.

જૂની અદાવત રાખીને વિરેન્દ્રની હત્યા કરાઈ

આ હત્યા બાબતે સંખેડા પોલીસ અને એલ.સી.બીએ આરોપીની તપાસ હાથ ધરી છે. આ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે અગાઉ ઓઝડ ગામનો બાટા ઉર્ફ સુરસિંગ રતનીયા કલેશે આ હત્યા કરી હતી. પોલીસે આ હત્યાના આરોપી બાટા ઉર્ફ સુરસિંગ કલેશની અટકાયત કરી હતી. સુરસિંગ અને વિરેન્દ્ર બંન્ને મધ્યપ્રદેશના સોંડવા તાલુકાના ઓઝત ગામના છે. અગાઉ સુરસિંગે તેની પત્ની ઉપર થયેલા બળાત્કાર અંગે વિરેન્દ્રના પિતા ચતરસિંહ ઉર્ફ ચતરિયાની હત્યા કરી હતી. આ અંગે તેને સજા થયેલી અને આ જૂની અદાવત રાખીને વિરેન્દ્રની હત્યા કરી હતી.

  • Follow us on: