ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. રાજ્યમાં આ સપ્તાહની શરૂઆતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું જોર રહ્યું રહ્યું. કેટલાક વિસ્તારોમાં ગઈકાલે વરસાદે વિરામ લીધો હતો. જો કે વરસાદી પાણી ભરાતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા. તો ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રસ્તાઓ ગાયબ થયા. એટલે કે બે ગામોને સાંકળતા રસ્તામાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


રસ્તાઓ જળમગ્ન થતા ગ્રામજનોને હાલાકી

છોટાઉદેપરુમાં વરસાદી પાણીએ રૌદ્ર સ્વરૂપ લેતા રસ્તાઓ અને વિસ્તારો જળમગ્ન થયા. કુકરદાથી માંકડઆંબા વચ્ચે રસ્તો જ ગાયબ થઈ ગયો. ભારે વરસાદના કારણે કોતરમાં પાણી આવી જતા લોકો માટે રસ્તો ઓળંગવો મુશ્કેલ બન્યો છે. જેના કારણે ગ્રામજનોને પોતાના જરૂરી કામો પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ફરજીયાતપણે લોકોએ આ ભરાયેલા પાણી વચ્ચેથી પસાર થવું પડે છે. જેના કારણે કેટલીક વખત પાણીમાં તણાઈ જવાનું જોખમ રહે છે. તો કયારેક વાહનપાણીમાં બંધ થતા મહામહેનતે રસ્તો પાર કરવા પડે છે.

દર ચોમાસામાં અમારે ત્યાં આ જ સ્થિતિ

આવી સ્થિતિમાં કોતરમાં પાણી આવી જતા કલાક સુધી આંગણવાડી કાર્યકર બાળકોને ઉભા રાખવા મજબુર બની છે. ગ્રામજનોનું કહેવું છે કે દર ચોમાસામાં અમારે ત્યાં આ જ પરિસ્થિતિ હોય છે. વરસાદના પાણી ભરાઈ જતા અમારા વિસ્તારના લોકોએ જીવના જોખમે કોતરના પાણીમાંથી પસાર થવું પડે છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા છે. આજે દાહોદની પાનમ નદીમાં એક યુવક ફસાયો હતો. યુવક નદીમાં ચારો લેવા ગયો અને પાણીનો પ્રવાહ વધતા તણાવા લાગ્યો હતો. આ યુવકનું ફાયર ટીમ દ્વારા મહામહેનતે રેસ્કયૂ કરવામાં આવ્યું.


  • Follow us on: