રાજકોટના ધોરાજીમાં ફુલવાડી વિસ્તારમાં એક સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં છરી વડે મહિલા અને પુરુષ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફુલવાડી વિસ્તારમાં કોઈક સામાન્ય બાબતને લઈને બોલાચાલી શરૂ થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા અજાણ્યા શખ્સોએ મહિલા અને પુરુષ પર છરી વડે હુમલો કરી દીધો હતો.
ફુલવાડી વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ હુમલો
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારવાર માટે જુનાગઢ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલાની જાણ થતાં જ ધોરાજી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.













