દ્વારકાના જામ ખંભાળીયામાં હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયું છે, અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થયો છે અને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી છે, તો પોલીસે પણ હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ કરી છે, પોલીસે આસપાસના સીસીટીવી અને ચાર રસ્તા પરના સીસીટીવી તપાસ માટે લીધા છે, ત્યારે આ ઘટનામાં વાહનચાલક કયારે ઝડપાય છે તે જોવાનું રહ્યું.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
જામ ખંભાળીયા નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે અને અજાણ્યા વાહનચાલકે યુવકનો ભોગ લીધો છે, નેશનલ હાઇવે પર મઢુલી હોટલ નજીક અકસ્માતની આ ઘટના બની હતી, ચાલીને જતા અજાણ્યા યુવકને વાહન ચાલકે ઠોકર મારતા યુવકનું મોત નિપજ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, જે વ્યકિતનું મોત થયું છે તેના પરિજનોનો સંપર્ક કરવાનો પોલીસે સંપર્ક કર્યો છે.













