યાત્રાધામ દ્વારકામાં નાગેશ્વર વાડી વિસ્તારમાં યુવાનનું અપહરણ થતાં પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે સમગ્ર મામલાની ઉંડી તપાસ કરીને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મહારાષ્ટ્રના વતની સુકલાલનું અપહરણ કરાયુ હતું અને તેનું અપહરણ બીજા કોઇએ નહી પણ સુકલાલ જે યુવતીને ભગાડી ગયો હતો તેના ભાઇએ જ કરાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
દ્વારકાના નાગેશ્વર વાડી વિસ્તારમા કામ કરતા યુવકનું અપહરણ
દ્વારકા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ફરિયાદ અનુસાર દ્વારકાના નાગેશ્વર વાડી વિસ્તારમા કામ કરતા અને મૂળ મહારાષ્ટ્રનાં વતની સુકલાલનું અપહરણ થયાનું તેના ભાઈ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.













