દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા શહેરમાં અગાઉ માથાકુટના મન દુઃખનો ખાર રાખીને 2 શખ્સો અમન નાયક નામના 20 વર્ષિય યુવક પર છરી વડે હુમલો કર્યો હતો, ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મુત્યુ નિપજતા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો, પોલીસે ફરિયાદના આધારે 2 આરોપીને દબોચી લીધા છે.
લોહી લોહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
જામ ખંભાળિયામાં શહેરમાં ઢસડીયા પીરની દરગાહ સામે થોડા દિવસો પહેલા જુના મન દુઃખમાં આસીફ હબીબ જુણેજા અને તારીફ હબીબા જુણેજા નામના યુવકોને અમન અબ્દુલ નાયક નામના યુવક સાથે અગાઉ માથાકુટનું મન દુઃખ ચાલતું હતું, જેથી બંને યુવકોએ શહેરમાં ઢસડીયા પીરની દરગાહ સામે અમન નાયક ઉપર છરી વડે હુમલો કરીને ડાબી આંખના ભાગે છરીના ઘા મારી અને માથું દીવાલ સાથે અથડાવતા અમન નાયકને ગંભીર ઈજાઓ પહોંચતા લોહી લોહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.













