ગાંધીનગરમાં એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. આ શખ્સે ગાંધીનગરની કોર્ટમાં જ આત્હત્યાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કોર્ટમાં આરોપીના કેસની સુનાવણી દરમિયાન જજ દ્વારા સજા સંભળાવામાં આવી હતી. અને સજા સાંભળતા જ આરોપી ભાંગી પડ્યો અને કોર્ટમાં જ દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જો કે તરત જ હાજર પોલીસ અને સ્થાનિકો દ્વારા આરોપીને બચાવવાની કામગીરી કરાઈ.


આરોપી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજધાની ગાંધીનગરમાં આજે કોટે સજા સંભળાવતા આરોપી દવા પી આત્મહત્યાના પ્રયાસ કર્યો હતો. હાજર પોલીસ દ્વારા આરોપીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અગાઉ પણ ગાંધીનગરમાં આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં એમએલએ ક્વાર્ટસમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસ દોડતી થઈ હતી. જ્યારે MBBSના બીજા વર્ષમા અભ્યાસ કરતી સિવિલ હોસ્પિટલની મહિલા રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. આજે ગાંધીનગરમાં એક આરોપીને જ્યારે તેના ગુનાને લઈને સજા સંભાળવામાં આવી હતી ત્યારે તેણે કોર્ટરૂમમાં દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આત્મહત્યા એ કાયદાકીય રીતે અપરાધ

સામાન્ય રીતે આર્થિક કટોકટી અથવા પ્રેમસંબંધમમાં નિષ્ફળતા અથવા તો ઘરકંકાસના કારણે વ્યક્તિ આત્મહત્યા કરતા હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યા એ વ્યક્તિગત અને સામાજિક જ નહીં પરંતુ કાયદાકિય રીતે પણ ગુનો ગણવામાં આવે છે. કોઈ વ્યક્તિ દ્વારા ઇરાદાપૂર્વક પોતાના જીવનનો અંત લાવવોએ સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ છે. આપઘાત કરાવવો અથવા આપઘાત કરવા માટે કોઈને પ્રેરવું તે પણ ભારતમાં IPCની કલમ 302 મુજબ ફોજદારી ગુનો ગણવામાં આવે છે. 

  • Follow us on: