દહેગામ મોડાસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ બાઈક અને ટ્રક વચ્ચેના આ અકસ્માતમાં બાઈક સવાર બે લોકોના મોત થયા છે. બબલપુરા પાટિયા પાસે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા બન્ને યુવાનોના ઘટના સ્થળે મોત થયા છે. ગાંધીનગરની રખિયાલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. બન્ને મૃતક યુવાનો દહેગામ તાલુકાના ધારીસણા ગામના હોવાનું પ્રાથમિક માહિતી છે. બંને મૃતકોને રખિયાલના સરકારી દવાખાને પીએમ અર્થે લઈ જવાયા છે.


 ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત

બબલપુરા પાટિયા પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. રખિયાલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.બન્ને મૃતક યુવાનો દહેગામ તાલુકાના ધારીસણા ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

અકસ્માતમાં બે લોકોના મોત

બબલપુરા પાટિયા પાસે અકસ્માત સર્જાતા લોકો એકઠા થઈ ગયા હતા.હાઈવે પર અકસ્માત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રક ચાલકે બાઈકને અડફેટે લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. બંને મૃતકોને રખિયાલના સરકારી દવાખાને પીએમ અર્થે લઈ જવાયા છે.


  • Follow us on: