વર્ષ ૨૦૧૦માં સ્થપાયેલી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા NSE પર રૂ. ૨૫ કરોડના મ્યુનિસિપલ બોન્ડ ખુલ્લા બજારમાંથી મેળવવા માટે ઓફર મૂકી હતી. આ ઓફરને નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ આજે માત્ર એક જ મિનીટમાં સબસ્ક્રાઈબ ૦૯ ગણો ઓવર સબસ્ક્રાઈબ થયો હતો, જેનો કુપન રેટ ૭.૬૫ ટકા મળ્યો છે. GMCના રૂ. ૨૫ કરોડના બોન્ડ ઈસ્યુ સાઈઝ સામે રૂ. ૨૨૫ કરોડની ઓફર મળી છે.


મહાનગરપાલિકાના નાંણાકીય હિસાબોમાં શિસ્ત અને પારદર્શિત વધશે

ગાંધીનગર મહાનગરપાલિકાએ બે વર્ષથી ઓડિટ, રેટીંગ અને મંજુરીની પ્રકીયામાંથી પસાર થઈને મ્યુનિસિપલ બોન્ડ મેળવવામાં સફળ થઇ છે. મ્યુનિસિપલ બોન્ડ મેળવવા માટે ગાંધીનગરપાલિકાને CARE–(AA) અને CRISIL(-AA) રેટીંગ મળ્યું છે. મ્યુનિસિપલ બોન્ડ મેળવવાથી મહાનગરપાલિકાના નાંણાકીય હિસાબોમાં શિસ્ત અને પારદર્શિત વધશે. નાણાકીય હિસાબોનું થર્ડ પાર્ટી દ્વારા સુપરવિઝીન અને મોનિટરીંગ પણ કરવામાં આવશે.

મ્યુનિસિપલ બોન્ડ મેળવનારી રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની

ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ મેળવનારી રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની છે. ભૂતકાળમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ બોન્ડ મેળવવામાં સફળતા મેળવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા સમગ્ર દેશમાં મ્યુનિસિપલ બોન્ડ મેળવનારી ૧૭મી મહાનગરપાલિકા બની છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયું

ગાંધીનગર મહાનગરપાલિકાના બોન્ડ ઈસ્યુની પ્રકીયાના સોલ એરેન્જર તરીકે ટીપસન કન્સલટન્સી સર્વિસીસ પ્રા.લિ., લીગલ કાઉન્સિલ M.V. Kinni તથા ઓડિટર PJNDVની મહત્વની ભૂમિકા રહી છે. ગાંધીનગર મહાનગરપલિકાના મેયર મીરાબેન પટેલ તેમજ સ્થાયી સમિતિના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસની મંજૂરી તથા મદદથી આ સિદ્ધી હાંસલ થઈ છે. મ્યુનિસિપલ બોન્ડ મેળવનાર ગાંધીનગર મહાનગરપાલિકા દેશની પ્રથમ ૨૦ મહાનગરપાલિકા પૈકી એક હોવાથી, ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાને આશરે રૂ. ૩.૨૫ કરોડની વ્યાજ સબસિડી મળશે, તેમ ગાંધીનગર મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

  • Follow us on: