ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. અન્ય રાજ્યોમાંથી ઠાલવવામાં આવતા વિદેશી દારૂનો જથ્થો અનેક વખત પકડાતો હોય છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના SP મયુર ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં વિદેશી દારુ અને નાર્કોટિક્સ પદાર્થોની ઘૂસણખોરી થઈ રહી છે જેના સપ્લાયની ચેઈન તોડવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
ગુજસીટોક અને નાર્કોટિક્સ પર SMC SPનું નિવેદન
સ્ટેટ મોનિટરિંગ સેલના SP મયુર ચાવડાએ કહ્યું હતું કે, રાજ્યમાં વિદેશી દારુ અને નાર્કોટિક્સની ચેઈનને તોડવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારુ અને નાર્કોટિક્સ ઠાલવવામાં આવે છે. જેના સપ્લાયને રોકવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ગુજસીટોક હેઠળ 10 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પાંચ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.













