ડ્રગ્સની હેરાફેરી અંગે ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં ATS દ્વારા 6 કિલો એમડી ડ્રગ્સ સહિત તેનું રો મટીરીયલ પણ ઝડપી પાડ્યું છે. આ ઉપરાંત બે આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી

ઉત્તર પ્રદેશના આંબેડરનગર જિલ્લામાં ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 6 કિલો ડ્રગ્સ અને તેને બનાવવા માટેનું રો મટીરીયલ અને ડ્રગ્સના જથ્થાને ATS દ્વારા પકડી લેવામાં આવ્યો છે. આ ડ્રગ્સની હેરાફેરી કરનારા બે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે વધુ કાર્યવાહી કરવામાં આવી છે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને આપવાનું હતું તેની પણ તપાસ કરવામાં આવશે. આરોપીઓની પુછપરછ દરમિયાન મોટો ખુલાસો થાય તેવી શક્યતાઓ છે.


આ પણ વાંચોઃ Gir Somnath News: ટ્રેન સેવા ખોરવાતા લોકોમાં ઉગ્ર રોષ, કેટલાક સ્થળોએ ટ્રેન રોકી તંત્રને આપી ચેતવણી


  • Follow us on: