દહેગામ તાલુકાના બહિયલ ગામમાં થયેલા પથ્થરમારાની ઘટના બાદ હાલમાં ગામમાં અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે.ગાંધીનગર રેન્જ આઈજી દ્વારા બહિયલ ખાતે જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં 1500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે.
હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ
બહિયલમાં બબાલ મુદ્દે અત્યાર સુધીમાં 60થી વધુ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે.તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરાશે. ટોળાએ 3 દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરાઇ હતી. સમગ્ર ઘટના અંગે બે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. પરંતુ પોલસે હવે 1500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ પર હુમલા અંગે પણ એક ફરિયાદ દાખલ કરાઈ છે. હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા અંગે પણ ફરિયાદ દાખલ કરાઈ છે.













