ગાંધીનગરના માણસામાં પોલીસકર્મીનો આપઘાત સામે આવ્યો છે, SOGમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ચાવડાએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસ કર્મચારીના આપઘાતનું કારણ અકબંધ છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે મોડી રાત્રે આ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.


માણસામાં પોલીસકર્મીએ કર્યો આપઘાત

ગાંધીનગરના માણસમાં પોલીસકર્મીએ આપઘાત કર્યો છે અને તેમના ઘરે જ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, આપઘાત પાછળનું કારણ અકબંધ છે અને સમગ્ર ઘટનામાં હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે, મૃતક પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી અને આપઘાત કેમ કર્યો તેને લઈ પોલીસે પણ મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને તેના આધારે તપાસ કરી છે, મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

આપઘાત કરવાનું મુખ્ય કારણ ભવિષ્યનો ભય છે

ખોટું કર્યું તેની જાણ અન્યને થશે તેનો મોટો ડર હોય છે. શાળા-કોલેજોમાં બાળકો એકલતા અનુભવે છે. મને નોકરી નહીં મળે તો ? લગ્ન માટે વર કે કન્યા ન મળે ત્યારે યુવાધનને અસ્વીકાર્યતાનો ભય મોટો હોય છે. ભવિષ્ય માટે આવી ચિંતા માનસિક સ્ટ્રેસ ઊભો કરે છે. મોટેભાગે અશાંત અને અપરાધી માનસિકતા ડ્રગ્સ અને ગુનાખોરી તરફ્ વાળે છે. જ્યારે સરળ અને મહેનતું યુવાનો છેતરાય છે અથવા કોઈ ષડ્યંત્રનો ભોગ બને કે તેને નિષ્ફળતા મળે ત્યારે તે આત્મહત્યાનો માર્ગ પસંદ કરે છે.


  • Follow us on: