ગુજરાત એટીએસ દ્વારા આતંકીઓ સામે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ATS દ્વારા એન્ટી રેડિક્લાઈઝેશન ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન બે શંકાસ્પદ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને યુવકો આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
એન્ટી રેડિકલાઇઝેશન ઓપરેશન અંતર્ગત કાર્યવાહી
ગુજરાત ATSના SP કે સિદ્ધાર્થે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, એટીએસ દ્વારા એન્ટી રેડિક્લાઈઝેશન ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન બે શંકાસ્પદ યુવકોની ધરપકડ કરાઈ છે. મુંબઈનો મુર્શિદ શેખ અને સિદ્ધપુરના ઈરફાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. આ બંનેની વિચારધારા રેડિકલ છે. એટીએસ દ્વારા પહેલા ઈરફાનને પુછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. આરોપી અનેક વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ સાથે જોડાયેલો હતો. આ બંને આરોપીઓ આતંકી સંગઠન ISIS અને અન્ય તત્વો સાથે સંપર્કમાં હતાં. ગઝવા એ હિંદ બનાવવાનો આ લોકોનો પ્લાન હતો.













