ગીર સોમનાથમાં લગ્ન નોંધણી શાખા, વેરાવળ - પાટણ સયુંક્ત નગરપાલિકા કચેરી ખાતે પટાવાળો રૂપિયા 7300ની લાંચ લેતા એસીબીના હાતે ઝડપાઈ ગયો છે, એક જાગૃત નાગરીક દ્વારા ફરિયાદ કરવામાં આવતા એસીબીએ કામગીરી કરી છે.


ગુનાની ટુંક વિગત

આ કામે હકિકત એવી છે કે,આ કામના ફરિયાદીએ વેરાવળ - પાટણ સયુંક્ત નગરપાલિકાની લગ્ન નોંધણી શાખામાં મેરેજ સર્ટિ.કઢાવવા માટે કુલ-42 ફાઇલો આપેલ જે પૈકી સમૂહલગ્નની ફાઇલ દીઠ રૂ.100 તથા અન્ય ફાઇલોના રૂ.200 લેખે એમ કુલ 42 ફાઇલના રૂ.7300ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ જે ફરીયાદી લાંચની રકમ આપવા માગતાં ન હોય જેથી ફરીયાદીએ ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આક્ષેપિતે વેરાવળ - પાટણ સયુંક્ત નગરપાલીકા, વેરાવળ ખાતે લાંચની રકમ સ્વિકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યો છે.

આરોપી :

ગોવિંદભાઈ સરમણભાઈ કામળીયા,ઉ.વ.૪૨, પટાવાળા, લગ્ન નોંધણી શાખા, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકા કચેરી, વેરાવળ,જી. ગીર સોમનાથ

ગુનો બન્યા તારીખ

તા.૧૯/૦૬/૨૦૨૫

લાંચની માંગણીની રકમ : રૂ.૭,૩૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ રૂ.૭,૩૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૭,૩૦૦/-

ગુનાનુ સ્થળ:

લગ્ન નોંધણી શાખા, વેરાવળ - પાટણ સયુંક્ત નગરપાલીકા કચેરી, વેરાવળ, જી.ગીર સોમનાથ.

ટ્રેપીંગ અધિકારી :

ડી.આર.ગઢવી,

પોલીસ ઇન્સ્પેક્ટર,

ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટે.

સુપર વિઝન અધિકારી

બી.એમ.પટેલ,

મદદનીશ નિયામક

ઇન્ચાર્જ એ.સી.બી.એકમ,જુનાગઢ.


  • Follow us on: