ગીર સોમનાથ જિલ્લા કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કરતા તેને ફરી જેલમાં જવું પડશે. મારામારીના કેસમાં કોર્ટે જામીન ના મંજૂર કરતા દેવાયત ખવડને તાલાલા પોલીસ સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હતું.સરકારની રિવિઝન અરજીના આધારે 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે.દેવાયત ખવડ કોર્ટના આદેશનું પાલન કરી પોતાના સાથીદારો સાથે તલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. સરકારની રિવિઝન અરજીના આધારે તેના સાત દિવસના રિમાન્ડની અરજી કરાઈ હતી. પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા દેવાયત ખવડ મામલે પોલીસ સામે સવાલો ઉભા થયાં છે


પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા દેવાયત ખવડનું પોલીસે સ્વાગત કર્યું

તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા દેવાયત ખવડનું પોલીસે સ્વાગત કર્યું હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. પોલીસે ગંભીર ગુનાના આરોપી દેવાયત ખવડનું પોલીસ સ્ટેશનમાં સ્વાગત કરતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા થયાં છે. દેવાયત ખવડના રિમાન્ડ મંજૂર કરાયા છે. ત્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન કેવી કાર્યવાહી કરશે તેના પર પણ સવાલો ઉભા થયા છે. ગત મોડી રાત્રે તલાલા પોલીસ સ્ટેશનમાં બિંદાસ્ત રીતે હાજર થયેલા આરોપી દેવાયત ખવડને પોલીસે ગળે લગાવ્યો હતો. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે.

ફરાર થયા બાદ કોણે મદદ કરી તે અંગે તપાસ કરાશે

દેવાયત ખવડ વિરૂદ્ધ મારામારીના કેસમાં પોલીસ દ્વારા જામીન મંજૂર કરવા અંગેની વિરોધ અરજી દાખલ કરાઈ હતી. જેની સામે દેવાયત ખવડના વકીલ દ્વારા આ અરજી સામે કોઈ વિરોધ દખલ નહીં કરતાં કોર્ટે તેના જામીન રદ કર્યા હતાં. પોલીસ દ્વારા દેવાયતની પુછપરછ કરવા માટે સાત દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. જેને વેરાવળ કોર્ટે મંજૂર કર્યા હતાં. પોલીસ દેવાયત ખવડ ફરાર થયો અને કોણે તેની મદદ કરી અને ક્યાં તેણે શરણ લીધી હતી તેની પણ તપાસ કરશે.


  • Follow us on: