ગીર સોમનાથના ઉનામાં મહિલા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે, એકલી રહેતી મહિલા પર નરાધમોનું દુષ્કર્મ આચરતા પોલીસ પણ દોડતી થઈ છે, મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે અને પોલીસે આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે, સામૂહિક દુષ્કર્મમાં 3થી વધુ લોકો સામેલ હોવાની વાત સામે આવી છે.


ઉનામાં 50 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મની ઘટના

ઉનાના કોસ્ટર વિસ્તારમાં આધેડ વૃદ્ધા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતાં ખળભળાટ મચ્યો છે, નરાધમોએ આધેડ મહિલાના ગુપ્ત પાર્ટ પર ગંભીર ઈજા પહોંચાડતા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, એકલી રહેતી મહિલા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવતા પોલીસ તાત્કાલિક દોડી આરોપીને પકડી પાડવા ટીમો દોડાવી છે, વૃદ્ધાની ઉંમર 50 વર્ષ છે અને ઘરે એકલા રહેતા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.

ઉનાના કોસ્ટલ વિસ્તારમાં આ ઘટના બની છે

આ ઘટના ત્રણ દિવસ પહેલા બની હોવાની વાત સામે આવી છે. જેમાં કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામે આ ઘટના બની છે, વૃદ્ધને ફોસલાવીને શખ્સો સામૂહિક દુષ્કર્મ માટે લઈ ગયા અને મહિલાને ઈજા વધુ પહોંચી હતી જેના કારણે તેમણે એક યુવકને જાણ કરી હતી અને હોસ્પિટલમાં સારવાર લેવાની શરૂઆત કરી હતી. મરીન પોલીસની ટીમ વૃદ્ધ મહિલાનું નિવેદન લીધુ છે અને તપાસ શરૂ કરી છે, જે જગ્યાએ આ ઘટના બની હતી તેની આસપાસના સીસીટીવી પણ તપાસ માટે પોલીસે લીધા હોવાની વાત સામે આવી છે.

નરાધમો જાણીતા હોઈ શકે છે તેવી પોલીસને આશંકા

આ ઘટના બન્યા બાદ નરાધમો ફરાર થઈ ગયા હતા, અને એક યુવક દ્વારા મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પોલીસે સમગ્ર ઘટનામાં મહિલાના અલગ-અલગ રીપોર્ટ પણ કઢાવ્યા હતા અને તપાસ શરૂ કરી છે, મહિલાની હાલત વધુ ગંભીર હોવાથી તેમને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે, પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે અને આરોપી જલદીથી ઝડપાઈ જશે તેવો પોલીસનો દાવો છે, આ ઘટના ખૂબ જ શરમજનક કહી શકાય ગુજરાત માટે. મહેસાણાના વિસનગરમાં પણ ગઈકાલે 6 નરાધમો દ્વારા ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં સગીર વયની છોકરી ભોગ બની હતી જેમાં 5 આરોપીની પોલીસે અટકાયત કરી હતી.

  • Follow us on: