ગીર સોમનાથમાં આજે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન તોફાની ટોળા દ્વારા પોલીસ પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. ધાર્મિક સ્થળના ડિમોલિશન દરમિયાન પથ્થર મારાની ઘટના બની હતી. પોલીસે તોફાની ટોળા પર હળવો લાઠીચાર્જ કર્યો હતો. મહિલાઓના ટોળા દ્વારા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. લોકોના ટોળા એકત્રિત થતાં પોલીસે ટીયર ગેસના ત્રણ સેલ છોડ્યા હતાં.
સોમનાથમાં ધાર્મિક સ્થળના ડીમોલિશન વખતે બબાલ
ગીર સોમનાથમાં સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે બબાલ થઈ હતી. તોફાની તત્વોએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. મહિલાઓના ટોળા દ્વારા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે તોફાની તત્વો સામે હળવો લાઠીચાર્જ કર્યો હતો. લોકોના ટોળા એકત્રિત થતાં સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે ટિયર ગેસના ત્રણ સેલ છોડ્યા હતાં.













