અમિત ખૂંટ આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે.સ્યુસાઇડ નોટના FSL રિપોર્ટમાં મોટો ખુલાસો છે જેમાં સ્યુસાઇડ નોટના છેલ્લા પેજના અક્ષર મેચ થયા નથી. 3 પેજમાં અલગ અને ચોથા પેજમાં અલગ અક્ષર જણાયા છે. ચોથા પેજમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહના નામ છે તથા પેજમાં અનુભા, રિદ્ધિ પટેલ, રાજદીપના ત્રાસનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે કોર્ટમાં FSL રિપોર્ટ જમા કરાવ્યો છે.
3 પેઈજમાં અક્ષર અલગ અને ચોથા પેઇજમાં પણ અક્ષર અલગ
અમિત ખૂંટ આત્મહત્યા મામલે એફએસએલ દ્વારા તપાસનો રિપોર્ટ પોલીસને સોંપાયો છે જેમાં ખુલાસો થયો છે કે સુસાઈડ નોટમાં જે છેલ્લું પેઈજ હતું તેના અક્ષર મેચ અન્ય પેઈજ સાથે મેચ થયા નથી. 3 પેઈજમાં અક્ષર અલગ અને ચોથા પેઇજમાં પણ અક્ષર અલગ જણાયા છે.
આ પેઇજમાં શું લખેલું છે
આ પેઇજમાં લખાણ લખ્યું હતું " હું અનુભાના દબાણથી ગળેફાંસો ખાઉં છું, રિદ્ધિ પટેલ અને રાજદીપના ત્રાસથી મરુ છું " ચોથા પેઇજમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા સહિતના નામો લખેલા હતા...
પોલીસે કોર્ટમાં FSL રિપોર્ટ જમા કરાવ્યો
પોલીસે કોર્ટમાં FSL રિપોર્ટ જમા કરાવ્યો છે. ઉલ્લેખનિય છે કે ગોંડ઼લની કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજા તથા રાજદિપસિંહ જાડ઼ેજાની આગોતરા જામીન થોડા સમય પહેલા ફગાવી હતી. આ કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાયો છે. પોલીસની ચાર્જશીટમાં પણ બંનેને ફરાર જાહેર કરાયેલા છે.