રાજકોટના ગોંડલમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં મહત્વની જાણકારી સામે આવી છે, જેમાં રીબડાના અનિરુદ્ધસિંહના આગોતરા જામીન નામંજૂર કર્યા છે, સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે અને અમિત ખૂંટ મામલે અનિરુદ્ધસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે, ગોંડલ તાલુકા પોલીસમાં દાખલ થયો છે ગુનો. સમગ્ર મામલે ચાર્જશીટ મૂક્યું છે જેમાં અનિરુદ્ધસિંહ ફરાર દર્શાવાયા છે.


ગોંડલની કોર્ટે જામીન નામંજૂર કર્યા છે

રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે, ગોંડલની સેશન્સ કોર્ટે આગોતરા જામીન નામંજૂર કરી દીધી છે, અમિત ખૂંટ પાસેથી જે સ્યુસાઈડ નોટ મળી હતી જેમાં અનિરુદ્ધસિંહનું નામ હતુ અને અનિરુદ્ધસિંહ તેમને મરવા માટે મજબૂર કરતો હતો તેવી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કેસના અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ કરાઈ છે જેમા આરોપીને ફરાર દર્શાવાયા છે, સરકારી વકીલ ડોબરીયાની દલીલ બાદ કોર્ટ દ્વારા આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.

રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં વકીલને જામીન મળ્યા છે

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો હતો. કોર્ટે એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતર બંનેના જામીન મંજૂર કર્યા હતો. પોલીસે ગત 7 મેના રોજ બંને એડવોકેટની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ બંને એડવોકેટે કેસમાં પોતાની ખોટી સંડોવણી કરાઈ હોવાનો દાવો કર્યો હતો. એચ.એ.ત્રિવેદી એડિ. ડિસ્ટ્રીક સેસન્સ જજ સમક્ષ 14 મેના રોજ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

રીબડાના અમિત ખૂંટની સ્યુસાઇડ નોટ પણ સામે આવી હતી

મૃતક અમિત ખૂંટે આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ, રાજદિપસિંહ અને સગીરા સામે આરોપ લગાવ્યાં છે. આ ત્રણેયના ત્રાસથી આપઘાત કરવાનો ઉલ્લેખ સ્યુસાઈડ નોટમાં કર્યો છે. સ્યુસાઈડ નોટમાં અનુભાના દબાણથી ગળાફાંસો ખાઉ છું તેવો ઉલ્લેખ કર્યો છે. આ નોટ મળ્યા બાદ ગણેશ જાડેજા મોટી સંખ્યામાં યુવાનો સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. આ મામલે ગોવિંદ સગપરિયાએ કહ્યું હતું કે, અમિતે રીબડામાં ખરીદેલી જમીન વેચવાનું કેન્સલ થયું છે. કારણ કે જમીન વેચવી હોય તો અનિરૂદ્ધસિંહને ભાગ આપવો પડે છે. મૃતકને 2022ની ચૂંટણીની અદાવત રાખીને હેરાન કરતા હતાં.

  • Follow us on: