રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગના કેસમાં મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી હતી. આ મામલો સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને હવે પોલીસ કાર્યવાહીમાં વેગ આવ્યો છે. હાર્દિકસિંહ જાડેજા સુરત પોલીસની કસ્ટડીમાં હતો. ગોંડલ પોલીસે સુરત કોર્ટમાંથી ટ્રાન્ઝિટ વોરંટ મેળવીને તેનો કબ્જો મેળવ્યો હતો. ત્યારબાદ તેને ગોંડલ લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
હાર્દિકસિંહ જાડેજાની ગોંડલ તાલુકા પોલીસે કરી ધરપકડ













