રાજકોટના રીબડામાં ફાયરિંગ મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે. આરોપી હાર્દિકસિંહ જાડેજા હાલ પોલીસ કસ્ટડીમાં છે. રાજદીપસિંહ, પીન્ટુ ખાટડી પર ફાયરિંગનો પ્લાન હતો, બન્ને પ્લાન નિષ્ફળ જતા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યું હતું. 7 વર્ષ અગાઉ બન્ને મિત્રો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં માથાકૂટ થતા હાર્દિકસિંહને માર મારવામાં આવ્યો હતો. માથાકૂટમાં રાજદીપ, પીન્ટુ સામેલ હોવાની શંકા હતી, જેની અંદાવત રાખીને ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના રીબડામાં ફાયરિંગ મુદ્દે તપાસ તેજ
રીબડા ગામ ખાતે પેટ્રોલ પંપ પર ફાયરિંગનો મામલે હાર્દિકસિંહ જાડેજા હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજદીપસિંહ જાડેજા, પીન્ટુ ખાટડી પર ફાયરિંગનો પ્લાન બનાવ્યો હતો. આ બંને યોજનામાં નિષ્ફળ જતા પેટ્રોલ પંપ પર ફાયરિંગની યોજના બનાવી હતી. હાર્દિકસિંહ અગાઉ રાજુ રૂપમના પુત્ર જય પોપટ સાથે અભ્યાસ કરતો હતો. 7 વર્ષ અગાઉ બંને મિત્રો વચ્ચે માથાકૂટ થતા હાર્દિકસિંહને માર મારવામાં આવ્યો હતો. જેમાં રાજદીપસિંહ, પીન્ટુ ખાટડી સહિતના સામેલ હોવાની શંકા હતી.
કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા
રીબડામાં ફાયરિંગ કેસ મુદ્દે શાર્પ શુટરને સોંપારી આપી ફાયરિંગ કરાવ્યું હતું. જેના મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. હાર્દિકસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં પોલીસે 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જ્યારે કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા છે. 24 જુલાઈના રોજ પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હતું. મુખ્ય આરોપી હાર્દિકસિંહ સાત રાજ્યોમાં ફરાર રહ્યા બાદ પોલીસે ઝડપી લીધો હતો.