રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધ સિંહ, રાજદીપસિંહની મુશ્કેલી વધી શકે છે. સરકારે આત્મહત્યા કેસમાં સ્પેશ્યલ PPની નિમણૂંક કરી છે. એડવોકેટ ચેતન શાહની સ્પેશ્યલ PP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. MLA ગીતાબા જાડેજાએ PP ફાળવવા રજૂઆત કરી હતી. કેસમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ જાડેજા મુખ્ય આરોપી છે.


અમિત ખૂંટ આત્મહત્યા કેસ

ગોંડલ કોર્ટમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસ ચાલી રહ્યો છે,જેમાં અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપ સિંહ જાડેજા મુખ્ય આરોપી છે. ગોંડલની સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. ગોંડલ પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં 4 અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે પુકમ કર્યો છે. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કર્યો છે.

અનિરુદ્ધ સિંહ, રાજદીપસિંહની મુશ્કેલી વધી શકે છે 

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના 19 ઓગસ્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા છે. રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન નામંજૂર કર્યા છે. અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહ સામે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાએ અમિત ખુંટ પરિવારને સ્પેશિયલ PP ફાળવવા રાજ્ય સરકારમાંરજૂઆત કરી હતી.


  • Follow us on: