સુરક્ષિત ગણાતા ગુજરાતમાં બાળકોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે.સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા પાસે સ્કૂલેથી ઘરે જઈ રહેલા 14 વર્ષના સગીરાનું અપહરણ કરવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા લોકો સગીર વિદ્યાર્થીનું અપહરણ કરીને ફરાર થઈ ગયા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.


14 વર્ષના સગીર વિદ્યાર્થીનું અપહરણ

સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા નજીકથી સ્કૂલેથી ઘરે જઈ રહેલા 14 વર્ષના સગીર વિદ્યાર્થીનું અપહરણ કરવાનો બનાવ સામે આવ્યો છે. સગીરના પિતાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે. 9મા ધોરણમાં ભણતો રોહિત પારગી સ્કૂલેથી ઘરે આવી રહ્યો હતો ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું અને ફરાર થઈ ગયા હતાં. સમગ્ર મામલે પોલીસે સર્વેલન્સ સહિત અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. પુત્રના અપહરણની ઘટના બનતાં જ પરિવારમાં ચિંતા પ્રસરી ગઈ છે. અપહરણની ઘટનાને લઈને વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.

આ પણ વાંચોઃ Surat News: કોસાડ આવાસમાં કોથળામાંથી મળેલા મૃતદેહની ઓળખ થઈ, મોઢું અને ગળું દબાવીને હત્યા કરાઈ



  • Follow us on: