ગુજરાત ATS અને જામનગર પોલીસના એક સંયુક્ત ઓપરેશનમાં પંજાબ હત્યા કેસના એક ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી જામનગરના મેઘપરમાંથી પોલીસના હાથે પકડાયો છે. આરોપીને પંજાબ પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
આરોપીને પકડવા માટે ATS દ્વારા તપાસ હાથ ધરાઈ
પંજાબના અમૃતસરમાં થયેલા હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ તંત્ર કામે લાગ્યું હતું. આ કેસમાં વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં જામનગરના મેઘપરમાં છુપાઈને રહેતો લવપ્રિતસિંગ મજૂરી કરીને રહે છે તેવી બાતમી પંજાબની પોલીસે ગુજરાત ATSને આપી હતી. ત્યાર બાદ આરોપીને પકડવા માટે ATS દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.













