જામનગરમાં ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતો રોહિત દિલાભાઈ પરમાર નામના 32 વર્ષીય યુવાનની રવિવારે દિન-દહાડે હત્યા કરવામાં આવી છે. ભંગારના કામની મજૂરી કરતા 27 વર્ષીય રોહિત દીલાભાઈ પરમારની તેમના સાઢુભાઈએ છરીથી હત્યા કરી હતી. આ મામલે આરોપી નરેશ તુલસીભાઇ પરમાર, સુજલ તુલસીભાઇ પરમાર અને વીમલ તુલસીભાઇ પરમાર (રહે.તમામ ગોકુલનગર , પાણાખાણ) સામે સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. જેમાં પોલીસના જણાવ્યા અનુસાર મૃતક રોહીતની પત્ની તેજલ રીસામણે બેઠી હતી અને આરોપી નરેશ પરમાર તેમનો સાઢુભાઇ થતો હતો. આથી તેજલને તેડી લાવવા માટે નરેશના ઘરે તે વાતચિત કરવા માટે ગયો હતો.



ગોકુલનગર પાણાખાણમાં થયેલી હત્યા કેસ

આ વેળાએ તેના સાઢુભાઇ નરેશ તુલસીભાઇ પરમાર તેમજ તેના બંને છોકરાઓ સુજલ અને વિમલે રોહીતની સાથે બોલાચાલી થઈ ગઈ હતી. જોત જોતામાં આ બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરી લેતા હથીયાર ઉડ્યા હતા. જેમા આરોપીઓએ છરી તેમજ પાઇપ વડે હુમલો કર્યો હતો. આથી રોહિતને ડાબા પડખામાં તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેથી તેને લોહીલુહાણ હાલાતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે સારવાર કારગત નીવડે તે પહેલા જ યુવાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. મૃતક રોહિતના લગ્નને 5 વર્ષથી થયા છે અને. તેમને બે નાની દીકરીઓ છે ત્યારે રોહિતના મોતથી દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધા

આ બનાવની જાણ થતાં શહેર વીભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા અને સિટી સી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો. જે મામલે પોલીસે દીલાભાઇ વીરાભાઇ પરમાર કે જે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપી નરેશ તુલસીભાઇ પરમાર, સુજલ તુલસીભાઇ પરમાર અને વીમલ તુલસીભાઇ પરમાર સામે સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી સગડ દબાવ્યા હતા અને ગણતરીની કલાકોમાં જ રોહિત પરમારની હત્યા કરનાર તેના સાઢુભાઈ અને તેના બંને દીકરા એમ ત્રણેયની પોલીસે ધરપકડ કરી હતી. બીજી બાજુ આરોપી ઝડપાઇ ગયા બાદ સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓની જીણવટભરી પુછપરછ શરુ કરી અને પોલીસે આરોપીને ઘટના સ્થળે લઇ જઈ વિગતવાર રિકન્ટ્રક્શન કરાવ્યું હતું તેમજ હત્યામાં વાપરવામાં આવેલ હથિયારને કબ્જે લેવામાં આવ્યું હતું, પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિક જગ્યાએ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.


  • Follow us on: