જામનગરમાં ગણેશ વિસર્જન સમયે મોટી દુર્ઘટના બની છે. નાઘેડીમાં આવેલ કબીર લહેર તળાવમાં ગણેશ વિસર્જન સમયે એક જ પરિવારના 3 સભ્યોના ડૂબી જવાથી કરૂણ મોત થયા છે. આ પરિવાર રામેશ્વરની જલારામ પાર્ક સોસાયટી રહે છે. 35 વર્ષીય પ્રિતેશ રાવલ અને તેમના 2 પુત્રોના તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે.


નાઘેડીના કબીર લહેર તળાવમાં ડૂબવાથી 3ના મોત

નાઘેડીમાં આવેલ કબીર લહેર તળાવમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના બની છે. જેમાં પ્રજાપતિ પરિવારમાં પ્રિતેશ દિનેશભાઈ રાવલ (ઉં.વ.35) સંજય પ્રિતેશભાઇ રાવલ (ઉં.વ.15) અને અંશ રાવલ ઉં.વ. 4) જેનું તળાવના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી જામનગરની હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બનતા પ્રજાપતિ પરિવારમાં માતમ છવાયો છે.

ગણેશ વિસર્જનમાં મોટી દુર્ઘટના બની

આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયર વિભાગે સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢ્યા હતા, પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી જામનગરની હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ કરૂણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું શોકનું મોજું ફરી વળ્યું છે.


  • Follow us on: