જૂનાગઢના માંગરોળમાં ખાણ અને ખનીજ વિભાગના દરોડાને કારણે ભૂમાફીયાઓમાં ફફડાટ ફેલાયો છે. માંગરોળના દિવાસા ગામે ગેરકાયદે ચાલતી ખાણો પર દરોડા પડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ખાણ ખનીજના દરોડા પડતા ભૂ માફિયાઓ ફરાર થઈ ગયા હતાં. વિભાગ દ્વારા સાધનો સાથે પથ્થર ભરેલી ટ્રક કબજે કરાઇ છે. મુદ્દામાલ કબજે કરી ખાણ ખનીજ વિભાગે સંતોષ માન્યો હતો.
જૂનાગઢના માંગરોળમાં ખાણ ખનીજના દરોડા













