મેંદરડાના અમરાપુર ચાંદ્રાવાડી વચ્ચે આજે વળાંકમાં એક કાર નદીમાં ખાબકી હતી, જેમાં પાંચ યુવાન મિત્રો બેઠા હતા, જે પૈકીના બે મિત્રોના ઘટના સ્થળે મોત થયાનું જયારે ત્રણ મિત્રોને ગંભીર રીતે ઈજા થતા સારવાર માટે જૂનાગઢ અને મેંદરડા ખસેડવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગમાં આવેલા મિત્રોના મોતથી ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે.


વરરાજાના મિત્રો પણ લગ્નમાં આવ્યા હતા

મેંદરડાના ગઢાળી ગામે આજે લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેમાં વરરાજાના મિત્રો પણ લગ્નમાં આવ્યા હતા, જેમાં પાંચ મિત્રો કપડા લેવા માટે બપોરના સમયે આઈ ટ્વેન્ટી કારમાં બેસીને ગઢાળીથી મેંદરડાના અમરાપુર ચાંદ્રાવાડી વચ્ચે રોડ પરથી પસાર થતા હતાં, ત્યારે અચાનક વળાંકમાં કાર નદીમાં ખાબકી ગયેલ હતી, જેથી કારમાં બેઠેલા બે મિત્રો મહિપાલ અશોકભાઈ કુબાવત (ચંદ્રવાડા) અને કિશન લખમણભાઇ કાવાણી (હડાણા, બગસરા)નું ઘટના સ્થળે મોત થયું હતું.

અકસ્માત નડતા શોકનો માહોલ છવાયો હતો

જયારે કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો જૂનાગઢના ધ્રુવીક પટેલ, વિમલ ધનસુખભાઈ રાણપરીયા અને જયમિક મુકેશભાઈ પ્રજાપતિ ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ઘટનાની જાણ થતાની સાથે જ મેંદરડા પોલીસ સ્થળ પર આવી ગયેલ હતી. અને આગળની કાર્યવાહી કરી હતી, પરંતુ બીજી તરફ ગઢાળી ગામે લગ્નનો માહોલ જેમાં વરરાજાના મિત્રોને અકસ્માત નડતા શોકનો માહોલ છવાયો હતો.


આ પણ વાંચોઃ Navsari News: કેનેડાથી વતન આવેલી મહિલાના 45000 કેનેડિયનની ચોરી, LCBએ ગણતરીની કલાકોમાં શોધી લીધો ચોર


  • Follow us on: