જૂનાગઢની મધ્યે આવેલું રમણીય નરસિંહ મહેતા સરોવરનું અંદાજે ૭૦ કરોડના ખર્ચે ડેવલોપમેન્ટનું કામ કરવામાં આવી રહ્યું છે, ચારેક વર્ષથી ચાલી રહેલું કામ હજુ પૂરું તો નથી થયું અને તેનું ઉદ્ઘાટન ક્યારે થશે તે પણ હજુ નક્કી નથી, તેવામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સરોવરને ફરતે ફીટ કરવામાં આવેલી લાઈટો બંધ હાલતમાં હોવાથી રાતે આખોયે રીંગ રોડ ઉપર અંધારા છવાયા છે.
કામગીરીને લઈને અનેક વિવાદો
નરસિંહ મહેતા સરોવરને અમદાવાદના કાંકરીયા તળાવની માફક ડેવલોપ કરવાની કામગીરી એક ખાનગી એજન્સીને સોપવામાં આવી છે, પરંતુ જ્યારથી કામગીરી શરુ થયેલ છે, ત્યારથી કામગીરીને લઈને અનેક વિવાદો સર્જાતા આવ્યા છે, શરુઆતમાં તળાવમાંથી લાખો રૂપિયાની માટી કાઢીને કરોડો રૂપિયાની માટી બહારથી લાવીને પૂરાવ કરવામાં આવ્યું હતું.
પીજીવીસીએલની બીલ ભર્યું નથી
બાદમાં નબળું થતું હોવાની બુમ ઉઠી હતી, તો બીજી તરફ કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાની રાવ ઉઠી હતી, આવા અનેક વિવાદોથી ઘેરાયેલી સરોવરની કામગીરીમાં આજે વધુ એક મોર પીછ ઉમેરાયું છે. છેલ્લા ચારેક દિવસથી સરોવરને ફરતે રીંગ રોડ ઉપર લાઈટીંગ વ્યવસ્થા ગોઠવામાં આવેલ છે, તેમજ રોડની બાજુમાં ડેકોરેટીવ પોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં વીજળી ગુલ થયેલ છે. અમુક લોકોનું કહેવું છે કે પીજીવીસીએલની બીલ નહી ભરવાથી લાઈટ કાપી નાખવામાં આવી છે.
મીટર બળી ગયું
પરંતુ આ મામલે મહાપાલિકાના સ્ટ્રીટ લાઈટ શાખાના અધિકારી હાજાભાઇ ચુડાસમાએ જણાવ્યું કે, સરોવરની લાઈટીંગ વ્યવસ્થા હાલ એજન્સી મારફત ચાલી રહી છે, અને આગામી પાંચ વર્ષ સુધી તેના મેન્ટેનન્સ અને લાઈટીંગ પૂરી પડવાની જવાબદારી તેમની છે, અહી તેમના જાણવા મુજબ મીટર બળી ગયું હોવાથી લાઈટ ગુલ થયેલ હોવાનું તેમને જાણવા મળ્યું છે.
Gandhinagar : પોલીસનું માન ન જાળવે અથવા બંધારણનો ભંગ કરે તો તેમની સામે પગલા ભરો.. DYCMની પોલીસને સૂચના