તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. જે માટેના ફોર્મ ભરાવવાની કામગીરી ચાલી રહી છે. આવામાં આ ફોર્મ મેળવવા માટે પૈસા માંગવામાં આવી રહ્યા હોવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. આવામાં આ મામલે જૂનાગઢ જિલ્લામાં આવેલા ચોકી સોરઠ ગામમાં વીસી અને પૂર્વ સરપંચ વચ્ચે મારામારી થઈ હતી.
બંને પક્ષ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ
ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢમાં આવેલા ચોકી સોરઠ ગામના વીસી અને પૂર્વ સરપંચ વચ્ચે મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પૂર્વ સરપંચ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, વીસી દ્વારા રાહત પેકેજ ફોર્મ ભરવા માટે પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. વીસી ફોર્મદીઠ 100 રૂપિયા ઉઘરાવી રહ્યો હોવાનો આરોપ પણ પૂર્વ સરપંચે લગાવ્યો છે. આ મામલે બંને પક્ષ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.













