જૂનાગઢ જિલ્લા જેલમાં આજે જમવા બાબતે અમુક કેદીઓ વચ્ચે માથાકૂટનો સામાન્ય બનાવ બન્યો હતો. જેને જેલરે સમજાવટથી ત્વરિત થાળે પાડી દીધો હતો. જોકે જેલની વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક છે. જેલર ડી.એમ. ગોહિલે જણાવ્યું કે જૂનાગઢ જેલની કેદીઓને રાખવાની ક્ષમતા 265ની છે, જેની સામે હાલમાં 530 જેટલા કેદીઓ બંદીવાન છે, એટલે કે ક્ષમતા કરતાં બમણા કેદીઓ છે. સ્ટાફની મોટી ઘટ હોવા છતાં જેલ પ્રશાસન દ્વારા 20 જેટલા બેરેક અને ખોલીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.


અનેક ચર્ચાસ્પદ કેસના આરોપીઓ જેલમાં બંદીવાન 

1917માં સ્થાપના પામેલી આ જેલમાં હવે કેદીઓની સંખ્યા 530એ પહોંચી છે. તેમ છતાં હાલમાં કેદીઓ માટે જેલમાં આધુનિક લાયબ્રેરી, પરિવાર સાથે વાત કરવા માટે STD-PCO/વિડીયો કોલિંગ, લીગલ એડ ક્લિનીક, 24 કલાક તબીબ સાથેનું દવાખાનું અને પૌવા, ઉપમા, દાળ-ભાત, શાક-રોટલી, ખીચડી-શાક જેવો પોષક આહાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: