જૂનાગઢ જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલનાં ગાયનેક વિભાગને નવી ચાર પોસ્ટ ગ્રેજ્યુએશન(પીજી)ની સીટ ફાળવવામાં આવી છે, આ કોર્ષ ત્રણ વર્ષનો છે અને જેનું એડમીશન નીટ પીજી દ્વારા કરવામાં આવશે, હાલ તેના માટે કાઉન્સેલિંગ હાલ શરુ કરી દેવામાં આવ્યું છે. જેના દ્વારા ૪ વિદ્યાર્થીઓ ગાયનેક વિભાગને મળશે.


તબીબોની શ્રેષ્ઠ ટીમ દ્વારા વધુ સારી સુવિધા મળી રહેશે

ગાયનેક વિભાગનાં વડા પ્રિયંકા જોગિયા દ્વારા જણાવ્યું કે, હાલ ગાયનેક વિભાગમાં દર મહીને અંદાજીત ૫૦૦ થી ૫૫૦ જેટલી મહિલાઓની ડિલિવરી થાય છે જેમાં આગામી સમયમાં વધારો થશે, તેમજ મહિલા દર્દીઓને સારી સુવિધા મળી રહે તે માટે અમારા દ્વારા વધુ સારા પ્રયત્નો કરવામાં આવશે. અને અતિગંભીર ઓપરેશન તથા ૧૨ પ્રકારના જે ઓપરેશન થાય છે જેમાં તબીબોની શ્રેષ્ઠ ટીમ દ્વારા વધુ સારી સુવિધા મળી રહેશે.

ગાયનેક વિભાગને હાલ નવી ચાર પોસ્ટ ગ્રેજ્યુએશન(પીજી)ની સીટ મળી ગઈ

સિવિલ હોસ્પિટલનાં ગાયનેક વિભાગને હાલ નવી ચાર પોસ્ટ ગ્રેજ્યુએશન(પીજી)ની સીટ મળી ગઈ છે. જેનું એડમીશન નીટ પીજી દ્વારા કરવામાં આવશે, અને તેના માટે કાઉન્સેલિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. જેથી આગામી સમયમાં ગાયનેક વિભાગનાં સ્ટાફમાં વધારો થશે જેના કારણે દર્દીઓની સુવિધાઓમાં વધારો થશે.

ગાયનેક વિભાગમાં ૬ ફેકલ્ટી તબીબ ફરજ બજાવી રહ્યા છે

હાલ ગાયનેક વિભાગમાં ૬ ફેકલ્ટી તબીબ ફરજ બજાવી રહ્યા છે, ૩ સીનીયર રેસીડન્ટ, અને ૩ જુનીયર રેસીડન્ટ ફરજ બજાવી રહ્યા છે, જેમાં આગામી ટૂંક સમયમાં નીટ(પીજી) પરીક્ષા દ્વારા એડમીશન થતા નવા ૪ તબીબો મળશે, જેથી હાલ મહીને ૪૦૦ કરતા મહિલાઓની ડિલિવરી થઇ રહી છે જેમાં વધારો થતા મહિલા દર્દીઓને સારી સુવિધાઓ મળી રહેશે. તેમજ પીજીની સીટ માટે કાઉન્સેલિંગ શરુ કરી દેવામાં આવ્યું છે જેમાં ટૂંક સમયમાં એડમીશન કરવામાં આવશે.


આ પણ વાંચો---- Gandhinagar : પોલીસનું માન ન જાળવે અથવા બંધારણનો ભંગ કરે તો તેમની સામે પગલા ભરો.. DYCMની પોલીસને સૂચના

  • Follow us on: