જૂનાગઢમાં ખાતર ખેડૂતોને વેચી મંડળીમાં નાણા જમા ન કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંડળીના પ્રમુખ અને મંત્રીએ ચેકથી નાણાં ઉપાડ્યા છે અને અંગત હિત માટે રૂપિયા વાપરી બિલ રજૂ ન કર્યું હોવાની વાત સામે આવી છે, ખરીદ વેચાણ સંઘના મેનેજરે નોંધાવી હતી ફરિયાદ.
વંથલી તાલુકામાં ખાતર કૌભાંડ સામે આવ્યું છે
જેમાં પોલીસ ફરિયાદ નોંધાતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વંથલી તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લિમિટેડ દ્વારા ઝાપોદળ સહકારી સેવા મંડળીને રાસાયણિક ખાતર, બિયારણો અને અન્ય જરૂરી વસ્તુઓની આપ-લે કરવામાં આવતી હતી. નિયમ મુજબ, ઝાપોદળ સેવા સહકારી મંડળીએ આ વ્યવહારો પેટે વંથલી સંઘને ₹29 લાખ જેટલી રકમ ચૂકવવાની બાકી હતી, જોકે, જ્યારે આ બાબતે સરકારી ઓડિટ કરવામાં આવ્યું, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. ઓડિટમાં ખુલાસો થયો કે ઝાપોદળ સેવા સહકારી મંડળી દ્વારા કુલ ₹31,06,129ની રકમની નાણાકીય ઉચાપત કરવામાં આવી છે.













