240 પોલીસકર્મી, 30 વનકર્મી કરી રહ્યાં છે સાધુની શોધખોળ તો બીજી તરફ SDRF ટીમના 40 જવાનો પણ સર્ચમાં જોડાયા છે અને જટાશંકર પાસેથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે, છેલ્લા 3 દિવસથી મહાદેવ ભારતી બાપુ ગુમ છે. આજે લઘુ મહંતને શોધવા માટે પોલીસ-ફોરેસ્ટની ટીમો પગપાળા સર્ચ ઓપરેશન કરનાર છે. પરંતુ તે કઠીન સાબિત થઈ શકે તેમ છે. કારણ કે, ગિરનારનો વિસ્તાર ૧૮૨.૫૪ ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે.
પર્વતીય વિસ્તારમાં 13 ગુફાઓ આવેલી છે
જે વિસ્તારમાં ૧૦૦થી વધુ સિંહ-દીપડાનો વસવાટ છે. સાથે અન્ય જંગલી પ્રાણીઓ પણ વસે છે. તેવા ગાઢ જંગલમાં કાલે સર્ચ ઓપરેશન કરવું કઠીન સાબિત થશે. આખીયે પર્વતમાળામાં ૧૩ જેટલી તો ગુફાઓ આવેલી ચર, જેમાં અમુક ગુફાઓતો ખુબ જ અંતરિયાળ વિસ્તારમાં છે. સાંજ ઢળતા જ્યાં સિંહ-દીપડાની અવર-જવર સામાન્ય હોય છે. તેવા વિસ્તારમાં સર્ચ કરવામાં આવશે, આખાયે વિસ્તારમાં પ્રાણીઓના પીવાના પાણી માટેના કુદરતી ૨૦ જેટલા અને કુત્રિમ ૭૦ જેટલા પોઈન્ટ આવેલા છે. આવા કઠીન રસ્તે પોલીસનો કાફલો વનવિભાગની સાથે રહીને સર્ચ ઓપરેશન કરનાર છે.
જરૂર પડયે ડ્રોન ઉડાડાશે, ડોગ સ્કવોડની મદદ લેવાશે
જંગલ વિસ્તારમાં પોલીસ અને ફોરેસ્ટના ૪૦૦ નો કાફલો પગપાળા સર્ચ ઓપરેશન કરવાનો છે, જેમાં અમુક અંતરિયાળ વિસ્તારમાં પહોંચી ના શકાય તેવા વિસ્તારોમાં ડ્રોન મારફત પણ સર્ચ કરવાનો વિચાર છે, સાથે અમુક સ્થળે ડોગ સ્કવોર્ડની પણ મદદ લેવાઈ શકે છે, જે રીતે ગઈકાલે ડોગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું તો, માત્ર પ્રેરણાધામથી આગળ ડોગ વધ્યો જ ના હતો. જેથી તેની મદદ ઉપર સવાલ છે, કેસફળતા મળે છે કે કેમ.
ફૂટેજમાં બાપુ ભવનાથમાંથી બહાર નીકળતા હોય તેવા એકપણ ફૂટેજ સામે આવ્યા નથી
ભવનાથમાં આવેલ ભારતી આશ્રમના લઘુમહંત મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ હજુયે જંગલમાં હોવાની આશંકાએ તેમની શોધખોળ માટે પોલીસ અને ફોરેસ્ટ વિભાગે કમર કસી છે, રવિવારે સવારે ૩.૪૭કલાકથી ગુમ થયેલા બાપુ ત્રણ દિવસ બાદ પણ ના મળતા આખરે આવતીકાલે પોલીસ-ફોરેસ્ટના 400ના સ્ટાફના કાલા દ્વારા ડ્રોન ઉડાડીને ગિરનાર જંગલ ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન કરવાનું નક્કી કર્યું છે. ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું કે, લઘુમહંત મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુને શોધવા માટે પ્રથમ બે દિવસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને તેમના મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરવામાં આવી અને સાથે ગઈકાલે સાંજે ડોગ સ્કવોર્ડની મદદ પણ લેવામાં આવી હતી, છતાં બાપુની કોઈ ભાળ મળી નથી, અત્યાર સુધીના જોવાયેલા સીસીટીવી ફૂટેજમાં બાપુ ભવનાથમાંથી બહાર નીકળતા હોય તેવા એકપણ ફૂટેજ સામે આવ્યા નથી.