દિવાળીના તહેવારમાં જ એક પરિવારમાં માતમ છવાયો છે. બાઈકની માગ પિતાએ ફગાવી દેતા દીકરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. તહેવારના સમયે જ યુવાન દીકરાના આપઘાતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ કેસમાં પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પિતાએ બાઇક લેવાની ના કહેતા કર્યો આપઘાત
પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢના ભેંસાણમાં દીકરાએ પિતા પાસે નવી બાઈકની માગ કરી હતી. પિતાએ હાલમાં પૈસાની સગવડ નહીં હોવાથી પછી લઈશું એમ કહેતા દીકરાને લાગી આવ્યું હતું. ત્યાર બાદ તેણે દિવાળીના તહેવાર ટાણે જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. 28 વર્ષિય અજય ચંદુભાઈ સોલંકીએ દિવાળીના તહેવાર ટાણે જ જીવન ટૂંકાવી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.













