ગુજરાતમાં સાયબર ફ્રોડ સામે પોલીસ એક્શનમાં આવી છે. સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરીના કિસ્સામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સાયબર ફ્રોડમાં સંડોવણી બહાર આવતા જૂનાગઢના અવધૂત આશ્રમના સાધુ કલ્યાણગિરી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. એક વર્ષમાં ત્રણ એકાઉન્ટથી 40.76 લાખ રૂપિયા સગેવગે કર્યા હોવાનું બહાર આવ્યું છે.
સાધુ કલ્યાણગીરીએ કીટ આપ્યા હોવાના વીડિયો સામે આવ્યા
સાધુ કલ્યાણગીરીએ કીટ આપ્યા હોવાના વીડિયો પણ સામે આવ્યાં છે. આ વીડિયોમાં કલ્યાણગિરી અને સાગરિતો વચ્ચેની વાતચીત સામે આવી છે. જેમાં એસઓજીમાં કોઈ સેટિંગ થાય કે કેમ તે અંગેની વાતચીતનો ઉલ્લેખ કરાયો છે. સાધુ કલ્યાણગિરીએ કીટ આપ્યાનું આ વીડિયોમાં સ્વીકાર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. છ મહિનાથી નંબર ટ્રેક પર હતાં. સાગરિતો કલ્યાણગિરીને મળવા માટે પહોંચ્યા હતાં.













