દાહોદના સંજેલીમાં ઓપરેશન કેમ્પમાં બેદરકારી સામે આવી છે. સરકારી ડોક્ટરના અભાવે ખાનગી ડોક્ટર બોલાવ્યા હતાં. એક કલાકમાં 30 મહિલાઓના ઓપરેશન કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક પલંગમાં બે મહિલાઓને આરામ કરવા ફાળવાયો છે. લોકો સવારે 9 વાગ્યાથી પહોંચ્યા હતાં અને ડોક્ટરો બપોરે ચાર વાગે આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
દાહોદમાં પણ કુટુંબ નિયોજનના ઓપરેશનનો મુદ્દો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા ઓપરેશનનો મુદ્દો હજી ચર્ચામાં છે. ત્યારે દાહોદમાં પણ કુટુંબ નિયોજનના ઓપરેશનનો મુદ્દો સામે આવ્યો છે. દાહોદમાં સંજેલી અને સિંગવડની મહિલાઓ માટે કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંજેલીમાં આરોગ્ય કેન્દ્ર ખાતે એક જ કલાકમાં 30 મહિલાઓના ઓપરેશન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.













