દાહોદ જિલ્લામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. દાહોદના સંજેલીના હીરોવા કોચર પાસેથી બસ સ્ટેશનના પાછળના ભાગમાં એક યુવકનો મૃતદેહ અર્ધ સળગેલી હાલતમાં મળી આવ્યો છે. જે કારણે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. યુવકનો મૃતદેહ સળગેલી હાલતમાં મળવાને કારણે તેની હત્યા કરાઈ હોવાની આશંકા છે.


હત્યા થઈ છે કે તેને આત્મહત્યા?

દાહોદમાં અર્ધ સળગેલી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. સંજેલીના હીરોલા કોચર પાસેથી અર્ધ સળગેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા સંજેલી પોલીસ, ઝાલોદ ડીવાયએસપી સહીતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને કબ્જે કરીને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. હાલ પોલીસ આ યુવક કોણ છે અને તેની હત્યા થઈ છે કે તેને આત્મહત્યા કરી છે, તે અંગે વધુ તપાસ કરી રહી છે.

વલસાડમાંથી પણ મળ્યો યુવતીનો મૃતદેહ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે આ બીજો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ પહેલા વલસાડના ઠક્કરવાડા બ્રિજ નીચેથી એક યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એક જ દિવસમાં બે મૃતદેહો મળી આવતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ સાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.


આ પણ વાંચો - Valsad News: શંકાસ્પદ હાલતમાં મળ્યો યુવતીનો મૃતદેહ, પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી



  • Follow us on: